Sat,16 November 2024,1:11 pm
Print
header

વિશ્વની ચિંતા વધી, પુતિને પરમાણુ વિરોધી દળોને એલર્ટ રહેવા આપ્યો આદેશ- Gujarat post

પુતિને પરમાણુ વિરોધી દળોને કર્યાં એલર્ટ 

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પરના હુમલા બાદ પશ્ચિમી દેશો સાથેના તણાવમાં વધારો થતાં દેશના પરમાણુ વિરોધી દળોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં, પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે નાટોના મુખ્ય સભ્ય દેશોએ આક્રમક નિવેદનો કર્યાં છે અને પશ્ચિમી દેશોએ રશિયા સામે સખત આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. પુતિને રશિયાના સંરક્ષણ પ્રધાન અને ‘મિલિટરી જનરલ સ્ટાફ’ના વડાને પરમાણુ વિરોધી દળોને ‘યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર’ રાખવાનો આદેશ આપી દીધો છે, બીજી તરફ અમેરિકાએ કહ્યું છે કે બધાએ એક થઇને રશિયાને સબક શિખવી દેવાનો ટાઇમ આવ્યો છે.

ભારતની ચિંતાઓ વધી રહી છે 

રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.વડાપ્રધાને આજે કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવા સરકાર શક્ય એટલું બધુ જ કરશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જ્યાં તેમણે યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ હેઠળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Russia Ukraine War)ને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે.  યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં અનેક રશિયન સૈનિકો માર્યાં ગયા છે. લગભગ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર નષ્ટ થયાનો દાવો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch