Thu,19 September 2024,6:48 am
Print
header

ઉદ્ઘઘાટનના થોડા કલાક પહેલા જ ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદીએ આપી લીલીઝંડી- Gujarat Post

Vande Bharat Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. ભૂજ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે મેટ્રોનું નામ તેના ઉદ્ઘઘાટનના  કલાકો પહેલા જ બદલવામાં આવ્યું છે. આ ટ્રેન હવે નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 4:15 કલાકે ભૂજ રેલવે સ્ટેશનથી ભૂજ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે.

રેલવે પ્રવક્તાના જણાવ્યાં અનુસાર, આ ટ્રેન ભૂજથી અમદાવાદ સુધીનું 359 કિલોમીટરનું અંતર 5:45 કલાકમાં કાપશે. તેમજ આ ટ્રેન નવ સ્ટેશનો પર ઉભી રહેશે. મંગળવારથી આ ટ્રેનમાં મુસાફરો મુસાફરી કરી શકશે. તેમજ ભૂજ અને અમદાવાદ વચ્ચેનું ભાડું રૂ.455 રહેશે. રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે રેલવે મંત્રાલયે વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેનમાં 12 કોચ લગાવવામાં આવ્યાં છે. જેમાં 1150 મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનની સીટોને એર્ગોનોમિકલી ડિઝાઇન કરવામાં આવી છે. એરકન્ડિશન્ડ કેબિન પણ છે.

રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે એર્ગોનોમિકલી ડિઝાઈન કરેલી સીટો, સંપૂર્ણ એરકન્ડિશન્ડ કેબિન અને મોડ્યુલર ઈન્ટીરીયરની વિશેષતાઓ સાથે વંદે મેટ્રો અન્ય મેટ્રોની સરખામણીમાં સારી સાબિત થશે. મેટ્રો અથડામણ નિવારણ, આગ અને ઇમરજન્સી લાઇટિંગ સુવિધાઓ સિવાય બખ્તર જેવી અદ્યતન સુરક્ષા સિસ્ટમોથી સજ્જ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch