Fri,01 November 2024,4:54 pm
Print
header

આણંદઃ મોદીએ કહ્યું કોંગ્રેસવાળાને પૂછજો, ક્યારેય સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગયા છો ખરા- Gujarat Post

વિશ્વમાં ગુજરાતીઓને જય જય કાર થયોઃ મોદી

સરદાર પટેલના સપનાઓને કચડી નાંખવાનો પ્રયાસ કરાયો, પરંતુ કોર્ટ કચેરીના ધક્કા ખાઈને સરદારના સપના અમે સાકાર કર્યાઃ મોદી

આણંદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.ભરૂચના આમોદમાં સભાને સંબોધન કર્યાં બાદ તેમણે આણંદમાં સભા ગજવી. પીએમ મોદીએ કહ્યું, ગુજરાતમાં ભાજપ એટલે સમાજને તોડવાવાળી શક્તિ પર જીવલેણ હુમલો કરવાની શક્તિ.

ગુજરાતમાં ભાજપનો મતલબ છે વિશ્વમાં ગુજરાતીઓને જય જય કાર. ગામે ગામ પાકા રસ્તા બનાવ્યાં, તમે જેટલો સાથ આપ્યો એટલો અમે વિકાસ આપ્યો.

પીએમ મોદીએ કહ્યું, હું સીએમ હતો ત્યારે મને વહીવટનો અનુભવ ન હતો, હવે આપણે 25 વર્ષના વહીવટનો અનુભવ છે. કોંગ્રેસીએ સરદાર પટેલના સપનાઓને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો પરંતુ કોર્ટ કચેરીના ધક્કા ખાઈને સરદાર પટેલના સપના સાકાર કર્યાં. ગુજરાતમાં ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ કરી દીધું. કોંગ્રેસ વાળાને પૂછજો ક્યારેય સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગયા છો ખરા ? તેઓ કેમ સરદારથી આટલી નફરત કરે છે ? 

મોદીએ એમ પણ કહ્યું કે 20 વર્ષમાં અનાજ, શાકભાજી અને દૂધના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. 8 વર્ષમાં સરકારે ખેડૂતો, પશુપાલકોને ડબલ તાકાત આપી. સાબરકાંઠાની શાકભાજી દિલ્હી અને આણંદની મુંબઈ જાય છે.લોકોનું આરોગ્ય બચાવવાનું કામ ગુજરાતના ખેડૂતોએ કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં મોદી ભવન શિક્ષણ સંકુલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. 4978 ચોરસમીટર ક્ષેત્રફળમાં મોદી શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે.સંકુલનું ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. 400 થી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને રહેવાની સગવડ ઉભી કરાઈ છે, અંદાજે 20 કરોડના ખર્ચે આ પ્રોજેેક્ટ પુરો કરાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch