Sat,21 September 2024,5:58 am
Print
header

ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થયું હતુ તે જગ્યા શિવશક્તિ પોઇન્ટથી ઓળખાશે, 23 ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશેઃ પીએમ મોદી

બેંગલુરુઃ વિદેશ યાત્રાથી પરત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યાં હતા અને અહીં ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોને મળ્યાં હતા. દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતી વખતે મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે તમારી વચ્ચે રહીને ઘણો આનંદ થયો છે. આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયું છે. હું શક્ય એટલી વહેલી તકે તમને મળવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગુ છું. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું તે જગ્યા 'શિવ શક્તિ' બિંદુ તરીકે ઓળખાશે. જે દિવસે ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચ્યું, ભારત હવે તે દિવસને ' નેશનલ સ્પેસ ડે (રાષ્ટ્રીય અવકાશ દિવસ)' તરીકે ઉજવશે.

વૈજ્ઞાનિકોએ ISRO કમાન્ડ સેન્ટરમાં PM મોદીને ચંદ્રયાનનું સંપૂર્ણ મોડલ બતાવ્યું. તેમને ચંદ્રયાન-3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઈસરોમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે મોદીએ કહ્યું કે ભારત હવે ચંદ્ર પર છે, જેના માટે હું તમને સલામ કરવા માંગુ છું. તમારી ધીરજ અને શક્તિને સલામ કરવા માંગુ છું. તેથી જ હું અહીં આવવા માટે ખૂબ ઉત્સુક હતો.

મોદીએ કહ્યું, હું તમને વહેલી તકે મળવા માંગતો હતો. ભારતની મોટી સમસ્યાઓનો ઉકેલ લાવીશું. 23મી ઓગસ્ટનો તે દિવસ મારી નજર સામે દરેક સેકન્ડે ફરી ફરી રહ્યો છે. હું દેશના વૈજ્ઞાનિકોને વધુ સલામ કરું છું.તમારી જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. મિત્રો, મેં તે ફોટો જોયો, જેમાં આપણા લેન્ડરે ચંદ્ર પર પગ મૂક્યો છે. નોંધનિય છે કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પહેલો દેશ બન્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch