Sat,16 November 2024,8:02 pm
Print
header

PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ થશે શરૂ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું ભારતે ચાલુ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિથી આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે આવનારા વર્ષ 2022માં 3 જાન્યુઆરીથી દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

15 થી 18 વર્ષના ઉંમરના બાળકો માટે દેશમાં વેક્સીનેશ શરુ થશે. 3 જાન્યુઆરીથી તેની શરુઆત થશે. સ્વાસ્થ્ય કર્મીઓ માટે 10 જાન્યુઆરી 2022 થી બૂસ્ટર ડોઝની શરુઆત થશે. 60 વર્ષથી ઉપરના ગંભીર બીમારીવાળા લોક માટે પણ પ્રીક્વેશન ડોઝ બૂસ્ટર ડોઝની શરુઆત થશે.

PM મોદીએ બધાને આગ્રહ કરતા કહ્યું કે પેનિક ન કરો સાવધાન રહો સતર્ક રહો, માસ્કનો ઉપયોગ કરો. વારસન મ્યૂટન્ટ થઈ રહ્યો છે ત્યારે વાયરસનો સામનો કરવાની તાકત મલ્ટીપ્લાય થઈ રહી છે. ઈનોવેટીવ સ્પીરીટ વધી રહી છે. દેશ પાસે 18 લાખ આઈસોલેશન બેડ છે. 5 લાખ ઓક્સિજન સપોર્ટ બેડ છે. સરકાર તમામ તૈયારીઓ સાથે બેઠી છે. પરંતુ નાગરિકોએ સાવધાની રાખવી જરૂરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch