Sun,30 June 2024,5:23 pm
Print
header

વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને સ્પીકર બનવા પર આપ્યાં અભિનંદન, કહ્યું- તમે ઈતિહાસ રચી દીધો છે

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ પણ તેમની બેઠક સુધી પહોંચ્યાં હતા અને તેમને કાર્યભાર સંભાળ્યો હતો. સ્પીકર ઓમ બિરલાને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહનું સૌભાગ્ય છે કે તમે બીજી વખત આ ખુરશી પર બેસી રહ્યાં છો.મારા તરફથી અને આ સમગ્ર ગૃહ તરફથી તમને ઘણી શુભેચ્છાઓ. આ મહત્વપૂર્ણ સમયગાળામાં બીજી વખત આ પદ સંભાળવું તમારા માટે એક મોટી જવાબદારી છે. અમે બધા માનીએ છીએ કે આવનારા પાંચ વર્ષમાં તમે અમને બધાને માર્ગદર્શન આપશો.

પીએમ મોદીએ ઓમ બિરલાના વખાણ કર્યાં

પીએમ મોદીએ કહ્યું કે તમારા ચહેરા પરની આ મીઠી સ્મિત આખા ગૃહને ખુશ રાખે છે. બીજી વખત સ્પીકર બનવું એ પોતાનામાં એક રેકોર્ડ છે.  સ્પીકરના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે જે કામ આઝાદીના 70 વર્ષમાં નથી થયું તે તમારી અધ્યક્ષતામાં આ ગૃહ દ્વારા શક્ય બન્યું છે. લોકશાહીની લાંબી સફરમાં ઘણા તબક્કા હોય છે. કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યારે આપણને તક મળે છે. મને વિશ્વાસ છે કે 17મી લોકસભાની સિદ્ધિઓ પર દેશને ગર્વ થશે.

ઓમ બિરલાના કામની પ્રશંસા કરી

ઓમ બિરલાની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે તમે તમારા સંસદીય ક્ષેત્રમાં સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અભિયાન ખૂબ જ ઉત્સાહથી ચલાવ્યું અને તમે જે રીતે આ પોષિત માતા અભિયાનને પ્રાથમિકતા આપી તે ખરેખર પ્રેરણાદાયક છે. નોંધનીય  છે કે ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા છે. તેઓ ભાજપની ટિકિટ પર કોટાથી ચૂંટણી જીત્યા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch