Sat,16 November 2024,6:14 am
Print
header

બર્લિનમાં જોવા મળ્યો પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

  • PM મોદી આજથી ત્રણ દિવસા યુરોપ પ્રવાસે 
  • બર્લિનમાં હોટલ એડલોન કેમ્પિન્સકી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરાયું
  • મોદીએ ભારતીય સમૂદાયના લોકોનું અભિવાદન સ્વીકારતી વખતે બાળક સાથે કરી વાતચીત 

બર્લિનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના ભાગરૂપે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યાં છે. થોડા સમય પછી તેઓ બર્લિનમાં ભારત-જર્મની IGC બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે.સાંજે તેઓ જર્મનીમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરશે. બર્લિનથી પીએમ મોદી 3 મેના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચશે.

હોટલ એડલોન કેમ્પિન્સકી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર ભારતીય સમૂદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન પીએમ મોદીએ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. મોદી એક બાળકને પણ મળ્યાં. જેણે ગીત ગાયું અને વડાપ્રધાનને સંભળાવ્યું હતુ. જેથી મોદીએ પણ આનંદ વ્યક્ત કરીને બાળકને થોડો સમય આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે પડકારો વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.મુલાકાતમાં ભારતના શાંતિ અને સમૃદ્ધિના ધ્યેયનો મહત્વનો હિસ્સો તમામ સાથીઓને મળશે. તેમને દુનિયાને શાંતિની અપીલ કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch