(ફાઈલ તસવીર)
પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ
71 ટકાના રેટિંગ સાથે ટોચના નેતા
અમેરિકન પ્રમુખ બાઇડેન છઠ્ઠા ક્રમે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm Narendra modi) વિશ્વના સૌથી લોકપ્રિય નેતા (poluper leader) છે. તેમનું નામ લગભગ 71 ટકાના રેટિંગ સાથે પ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ (morning consult political intelligence) યાદીમાં 43 ટકાના રેટિંગ સાથે 13 વિશ્વ નેતાઓની યાદીમાં યુએસ પ્રમુખ જો બાઇડેન (joe biden) છઠ્ઠા ક્રમે છે. બાઇડેન પછી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો છે, જેમને પણ 43 ટકા રેટિંગ મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનને 41 ટકા રેટિંગ મળ્યું છે.
PM નરેન્દ્ર મોદી નવેમ્બર 2021 માં વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર હતા.વેબસાઇટ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી નેતાઓ અને દેશના નેતાઓના રેટિંગને ટ્રેક કરે છે
આ રેટિંગ 13 થી 19 જાન્યુઆરી 2022 વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાને આધારે નક્કી કરવામાં આવ્યું છે. મોર્નિંગ કન્સલ્ટે તેની વેબસાઈટ પર જણાવ્યું કે રેટિંગ દરેક દેશના પુખ્ત નાગરિકોના સાત દિવસના સરેરાશ સર્વે પર આધારિત છે.સર્વેમાં સામેલ લોકોની સંખ્યા દરેક દેશમાં અલગ અલગ હોય છે.
મે 2020માં પણ આ વેબસાઈટે પીએમ નરેન્દ્ર મોદીને સૌથી વધુ રેટિંગ આપ્યું હતું. તે સમયે તેમને 84 ટકા રેટિંગ આપવામાં આવ્યું હતું,એક વર્ષ પછી મે 2021માં રેટિંગ ઘટીને 63 ટકા થયું હતું.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ | 2024-11-10 17:59:37
સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ફરજિયાત રહેવું પડશે હાજર- Gujarat Post | 2024-11-10 10:45:29
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40