Sat,16 November 2024,6:26 am
Print
header

PM મોદીએ WHO ના ડાયરેકટર જનરલને શું નામ આપ્યું ? જાણો, શું કરી મોટી જાહેરાત- Gujarat Post

( આયુષ સમિટને સંબોધન કરતાં પીએમ મોદી)

  • પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ
  • વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છેઃ પીએમ મોદી
  • ભારત આયુષ વિઝા કેટેગરી શરૂ કરશે

ગાંધીનગરઃ પીએમ મોદી હાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે, મોદીએ મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022માં શાનદાર સંબોધન કર્યું હતું. જેમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટનું ઉદ્ધાટન કર્યાં બાદ અનેક મોટી જાહેરાત પણ કરી હતી

પીએમ મોદીએ જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે અને તેમને મને કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું મારૂં નામ ગુજરાતી રાખો. મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપું છે. તુલસી એ પાંદડૂ છે દરેક યુગમાં તુલસીની સેવા થાય છે.

PM મોદીએ કહ્યું, ભારત ઉચ્ચતર આયુષ ઉત્પાદ પર આયુષ માર્ક લગાવશે.સમગ્ર વિશ્વમાં આ ઉત્પાદ પર વિશ્વાસ વધે તે માટે આયુષ માર્ક લગાવશે.દેશભરમાં આયુષ પાર્ક પણ ઉભા કરાશે. ભારત એક સ્પેશિયલ આયુષ માર્ક બનાવવા જઈ રહ્યું છે. આયુષ માર્ક મદદરૂપ બની રહેશે. આયુષ પર રીસર્ચ અને એનાલીસીસ માટે આયુષ પાર્ક બનશે. ભારત મેડિકલ ટૂરીઝમ માટે આકર્ષક સ્થળ બન્યું છે. કેરલમાં ટૂરીઝમને વેગ આપવા ટ્રેડિશનલ મેડિસિને મદદ કરી છે.પીએમ મોદીની પોતાના સંબોધનમાં અન્ય એક જાહેરાતમાં જણાવ્યું કે, ભારત આયુષ વિઝા કેટેગરી શરૂ કરવા જઈ રહ્યું છે. એનાથી લોકોને આયુષ ચિકિત્સા માટે ભારત આવવા જવામાં સરળતા રહેશે.

પીએમ મોદીએ કહ્યું આયુષ મંત્રાલય ટ્રેડિશનલ મેડિસિનમાં સ્ટાર્ટઅપ માટે અનેક પગલા ભર્યાં છે. ભારતમાં હર્બલનો ખજાનો છે, હિમાલય એના માટે જાણીતું છે, જે એક ગ્રિન ગોલ્ડ છે. મેડિકલ પ્લાન્ટના ખેડૂતો માર્કેટ સાથે જોડાય. આયુષના પોર્ટલ થકી જોડાવવા કામ થઈ રહ્યું છે. આયુષ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને આયુષનું ઉત્પાદન કરતા ખેડૂતો સાથે જોડાવા કામ થઈ રહ્યું છે. આયુષમાં ખેડૂતોની આવક વધી શકે છે, રોજગાર પણ વધી શકે છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch