Sun,08 September 2024,7:07 am
Print
header

આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ- Gujarat Post

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતો વધારી રહ્યાં છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ વખતે તેઓ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવવાના છે. નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે અમદાવાદથી અંબાજી જશે અને ખેરાલુ તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે તેઓ નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં ભાગ લેશે.

લોકસભા ચૂંટણી 2024 પહેલા પીએમ મોદી ગુજરાત પ્રવાસે અંબાજી માતાના દર્શન કરવા જવાના છે. 30 ઓક્ટોબરે તેઓ અંબાજી દર્શન કરવા જશે, ત્યારબાદ ખેરાલુના ડભોડામાં જનસભા સંબોધશે, ધરોઈ પ્રોજેક્ટ સહિતના 4778 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે. તેઓ 31 ઓક્ટોબરે કેવડિયા કોલોની સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પરની પરેડમાં હાજરી આપશે, બપોરે વડોદરાથી દિલ્હી પરત જવા રવાના થશે.

વડાપ્રધાન વતનમાં....

30 ઓક્ટોબરે – સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાશે
30 ઓક્ટોબરે – 10.20 કલાકે અંબાજી પહોંચશે
30 ઓક્ટોબરે – 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે
30 ઓક્ટોબરે – 11.45 વાગ્યે ખેરાલુ પહોંચશે
30 ઓક્ટોબરે – 12 વાગ્યે ડભોડામાં જનસભાને સંબોધન
30 ઓક્ટોબરે – બપોરે 2 વાગે ગાંધીનગર પહોંચશે
30 ઓક્ટોબરે – રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે
31 ઓક્ટોબરે – સવારે 6.45 વાગ્યે ગાંધીનગરથી કેવડીયા જશે
31 ઓક્ટોબરે – 8 વાગ્યે કેવડીયામાં પરેડમાં હાજરી આપશે
31 ઓક્ટોબરે – બપોરે 1 કલાકે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન આવતા હોવાને લઇને ખેરાલુ તાલુકાના વિવિધ ગામોમાં મહા આરતીનું  આયોજન કરવામાં આવ્યું છે, ખેરાલુ ભાજપ દ્વારા તાલુકાના તમામ ગામોમાં મહા આરતી યોજાશે. મોદી ખેરાલુના ડભોડા ખાતે જનસભા સંબોધશે. મોદીનું વતન વડનગર પણ ખેરાલુની નજીક છે, જેને પગલે મોદીના કાર્યક્રમને લઇને લોકોમાં અહીં ઉત્સાહનો માહોલ છે. મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો આવશે.અહીં મોટો ડોમ બનાવવામાં આવી રહ્યો છે, સાથે જ પોલીસનો મોટો કાફલો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch