Sat,16 November 2024,10:20 am
Print
header

રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેરેલી કેસરી ટોપી બની આકર્ષણનું કેન્દ્ર- Gujarat Post

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોચ્યા છે. નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે.  સીઆર પાટીલ અને મુખ્યમંત્રીએ પણ આવી જ ટોપી પહેરી છે. જે મીડિયા તથા લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પણ હતા. મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યાં હતા. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. 

કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે.સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે તે હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch