Sat,23 November 2024,1:26 pm
Print
header

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાથી પીએમ મોદી થયા લાલઘૂમ, સોશિયલ મીડિયા પોસ્ટ કરીને દર્શાવ્યો ગુસ્સો- Gujarat Post

Attack on Hindu Temple in Candada Updates: કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. મોદીએ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું કે, હું કેનેડામાં હિંદુ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાનાં આવાં કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકશે નહીં. અમે કેનેડાની સરકાર આ મામલે કાર્યવાહી કરવા અપીલ કરીએ છીએ.

ભારત સરકારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરી છે અને આશા વ્યક્ત કરી છે કે પીડિતોને ન્યાય આપવામાં આવશે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારત ખૂબ જ ચિંતિત છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમે બ્રામ્પટન, ઑન્ટારિયોમાં હિન્દુ મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરીએ છીએ. અમે કેનેડા સરકારને આવા હુમલાથી તમામ પૂજા સ્થાનોનું રક્ષણ કરવામાં આવે તેવું આહ્વવાન કરીએ છીએ. અમે એ પણ આશા રાખીએ છીએ કે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનિય છે કે હિન્દુ મંદિરમાં શ્રદ્ધાળુઓને જાહેરમાં જ માર મારનારા ખાલિસ્તાનીઓ હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch