Fri,01 November 2024,1:00 pm
Print
header

અત્યાર સુધીના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તે માટે નરેન્દ્ર કામ કરે છેઃ મોદીનું વેરાવળમાં સંબોધન- Gujarat Post News

જનસભાને સંબોધન કરતાં પહેલી પીએમ મોદીએ સોમનાથ દાદાની કરી પૂજા 

ગઇકાલે કાશી વિશ્વનાથ હતો આજે સોમનાથના દરબારમાં છું

વેરાવળઃ ગુજરાત ચૂંટણીને લઈને પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અર્ચના કર્યા બાદ જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે અત્યાર સુધીના તમામ ચૂંટણીના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તે માટે નરેન્દ્ર કામ કરે છે તેમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જય સોમનાથ, રામ રામ કરીને સભાને સંબોધન શરૂ કર્યું. ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદની પવિત્ર ભૂમી પર છે.સોમનાથ દાદાના આશિવાર્દ હોય તો પછી જીત પાક્કી જ હોય. આ વખતનો આપણો લક્ષ્યાંક જુદો જ છે, આ વખતે નવા નવા રેકોર્ડ બનાવવા છે. ટીવી ડિબેટમાં પણ વિશ્લેષકો કહે છે કે આ ચૂંટણીમાં વિજય નક્કી છે, છતાં હુ કામ-દોડાદાડ કરું છું, કારણ કે આ મારું કર્તવ્ય છે. ગઇકાલે કાશી વિશ્વનાથ હતો, આજે સોમનાથના દરબારમાં છું. ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે, મોટી જીતની મારી ઈચ્છા પૂરી કરો.

તમને મારા કામનો હિસાબ આપવા આવ્યો છું. આજે બારેય મહિના સોમનાથમાં શિવરાત્રી જેવો માહોલ છે. અહીં અનેક વિકાસના કામો થયા છે.

પીએમ મોદીએ કહ્યું, કચ્છનું રણ આપણને મુસીબત લાગતું હતું પરંતુ આ કચ્છના રણને આપણે બદલી નાંખ્યું અને રણને તો 'ગુજરાતનું તોરણ' બનાવી દીધું છે. ટુરિઝમની બાબતમાં ગુજરાત પ્રગતિની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. આ મારી માતાઓ-બહેનો ત્રણથી પાંચ કિલોમીટર સુધી પાણીના બેડાં લઈને ભરવા જતી હતી. એમના માથાના બેડાં ઉતારવાનું કામ આ દીકરાએ માથે લીધું. દરેક શાળામાં દીકરીઓ માટે અલગથી શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવવવામાં આવ્યું. આજે ગુજરાતની દિકરી દેશમાં ગૌરવ વધારી રહી છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch