Sun,08 September 2024,5:29 am
Print
header

આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી

લદ્દાખઃ કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લદ્દાખના દ્રાસ પહોંચ્યાં હતા. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધ સ્મારક પર દેશના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ઉદ્દેશ માટે આપેલા બલિદાન અમર છે. આ સાથે પીએમ મોદીએ ભારતના દુશ્મનો અને આતંકવાદીઓને સીધી ચેતવણી આપતા કહ્યું કે ભારત કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.

પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી

કારગિલ વિજય દિવસ પર PM નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે.કહ્યું કે પાકિસ્તાને ભૂતકાળમાં આપણી સામે અનેક ષડયંત્રો કર્યાં પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છંતા પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદનો સહારો જ લે છે.

આતંકના આકાઓ મારો અવાજ સીધો સાંભળી શકે છે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં આતંકના આકાઓ મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આતંકવાદના આ સમર્થકોને કહેવા માંગુ છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય. અમારા બહાદુર જવાનો આતંકવાદને પૂરી તાકાતથી કચડી નાખશે. દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

પાકિસ્તાને અવિશ્વાસુ ચહેરો બતાવ્યો - PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર પાકિસ્તાનના અવિશ્વાસુ ચહેરાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું. બદલામાં પાકિસ્તાને ફરી એકવાર પોતાનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો હતો, પરંતુ સત્ય સામે અસત્ય અને આતંકનો પરાજય થયો. અમે માત્ર કારગિલમાં યુદ્ધ નથી જીત્યા. અમે સત્ય, સંયમ અને શક્તિનું અદ્ભભૂત પ્રદર્શન કર્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch