Sun,17 November 2024,4:56 am
Print
header

દેશમાં 100 કરોડ કોરોનાના વેક્સિન ડોઝ અપાયા, પીએમ મોદીએ કહ્યું વિશ્વએ આપણી તાકાત જોઇ લીધી

રસીકરણ અભિયાન દરમિયાન વીઆઈપી કલ્ચર ન ચાલ્યું, તમામને એક સમાન વેક્સિન મળી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.તેમણે જણાવ્યું 100 કરોડ વેક્સિન ડોઝ માત્ર એક આંકડો નથી પણ દેશના સામર્થ્યનું પ્રતિબિબં છે. ભારતે ઈતિહાસમાં નવો અધ્યાય રચી દીધો છે. આ નવા ભારતની તસવીર છે, આજે અનેક લોકો ભારતના વેક્સિનેશન પ્રોગ્રામની સરખામણી વિશ્વના બીજા દેશો સાથે કરી રહ્યાં છે. ભારતે જે ઝડપથી 100 કરોડ રસીના ડોઝને આંકડો પાર કર્યો છે તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ આ વિશ્લેષણમાં એક વાત રહી જાય છે કે આપણે આ શરૂઆત ક્યાંથી કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વના બીજા દેશોની વેક્સિન પર રિસર્ચ કરવામાં, વેક્સિન શોધવામાં નિપુણતા હતી. ભારત  આ દેશોમાં બનેલી વેક્સિન પર નિર્ભર હતું પરંતુ હવે ભારત આત્મનિર્ભર બન્યું છે. 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી ત્યારે ભારત પર સવાલ ઉઠવા લાગ્યાં હતા કે શું ભારત આ વૈશ્વિક બીમારી સામે લડી શકશે ? ભારત બીજા દેશો પાસેથી આટલી વેક્સિન ખરીદી માટે પૈસા ક્યાંથી લાવશે ? ભારતના લોકોને વેક્સિન મળશે કે નહીં ? શું ભારત આટલા લોકોને રસી આપીને મહામારી ફેલાવાથી બચી શકશે ? આપણે બધા જાણીએ છીએ કે આજે 100 કરોડ વેક્સિન ડોઝ દરેક સવાલનો જવાબ આપી રહ્યાં છે. કરોડો લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

મોદીએ કહ્યું રસીકરણ દરમિયાન વીઆઈપી કલ્ચર હાવી ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. અમે સૌને સાથે લઈને દેશમાં ‘બધાને રસી-ફ્રી રસી’ અભિયાન પણ શરૂ કર્યુ. ગરીબ-અમીર, ગામ-શહેર, દેશમાં એક જ મંત્ર રહ્યો કે બીમારી ભેદભાવ નથી કરતી તો વેક્સિનમાં પણ ભેદભાવ ન થઈ શકે. ભારતે નાગરિકોને 100 કરોડ વેક્સિન ડોઝ આપ્યાં છે, તે પણ પૈસા લીધા વગર.આપણે મહામારી સામે દેશની લડાઈમાં જન ભાગીદારીને પોતાની તાકાત બનાવી દીધી. દેશના લોકોએ એકજૂથતાને ઉર્જા આપવા તાળી-થાળી વગાડી, દીવા પ્રગટાવ્યા ત્યારે કેટલાક લોકોએ તેનાથી બીમારી કેવી રીતે ભાગશે તેવા સવાલ કર્યાં હતા. પરંતુ આજે સામૂહિક શક્તિના કારણે બધું શક્ય બન્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch