Sun,17 November 2024,7:24 am
Print
header

રામાયણના લંકેશને અલવિદા.. વિશ્વભરમાં લંકેશના નામથી પ્રસિદ્ધ બનેલા અરવિંદ ત્રિવેદીનું કૈલાસ ગમન..

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યાં, રામાનંદ સાગરની જાણીતી સીરિયલ રામાયણમાં તેઓ લંકાપતિ રાવણનો અભિનય કરીને વિશ્વભરમાં જાણીતા બન્યાં હતા. જે બાદ તેઓને લોકો લંકેશના નામથી ઓળખતા હતા. અરવિંદ ત્રિવેદીના નિધન પર ફિલ્મ કલાકારો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકોએ દુખ વ્યક્ત કર્યુ છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યાં છે, જે માત્ર એક અપવાદરૂપ અભિનેતા જ નહોતા પણ જાહેર સેવા પ્રત્યે પણ ઉત્સાહી હતા. ભારતીયોની પેઢીઓ તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરશે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવિંદ ત્રિવેદીના નિધન પર લખ્યું, ગુજરાતી ચલચિત્રના ભિષ્મપિતામહ અને રામાયણ ધારાવાહિકમાં “લંકેશ” ના પાત્રથી લોકચાહના પ્રાપ્ત કરનાર શ્રી અરવિંદભાઈ ત્રિવેદીના દુ:ખદ નિધનથી શોકાતુર છું. પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના..!નોંધનિય છે કે અરવિંદ ત્રિવેદી ભગવાન ભોલેનાથના મોટા ભક્ત હતા અને તેઓ શિવતાંડવ પણ કરતા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch