Mon,18 November 2024,6:05 am
Print
header

દેશભરમાં Mahashivratri ની ધૂમ, PM મોદીએ પાઠવી શુભકામના, સોમનાથમાં ઉમટ્યા ભક્તો

સોમનાથઃ દેશમાં આજે મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શિવભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં ભોળાનાથના દર્શન અને અભિષેક માટે લાઇન લગાવી છે. કોરોના કાળ વચ્ચે આવેલી મહાશિવરાત્રિને સાવધાની પૂર્વક મનાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારોએ અનેક નિયમો અને સાવધાની સાથે આ ઉત્સવ મનાવવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે લખ્યું, દેશવાસીઓને મહાશિવરાત્રિના પાવન અવસરની શુભકામના. હર હર મહાદેવ. મહાશિવરાત્રિની સાથે જ હરિદ્વારમાં કુંભની પણ શરૂઆત થઈ છે. આજે વિવિધ અખાડા કુંભમાં શાહી સ્નાનનું પર્વ છે. જૂના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડાએ હરકી પૌડી બ્રહ્મકુંભ પર સ્નાન કરવા પહોંચ્યાં હતા.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સોમનાથ મંદિર બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શિવરાત્રીનો પાવન પર્વ હોવાથી સોમનાથ મંદિર ટ્રસ્ટે પણ સવારે ચાર વાગ્યાથી લઈને સતત 42 કલાક સુધી ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે.

ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રૂદ્રી, રૂદ્રાષ્ટક પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર કરશે. આજે દિવસ ભર સોમનાથ મંદિરમાં પર્યત વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરૂદ્ર, રૂદ્રી, બિલીપત્ર, સંકલ્પ પૂજાઓ યોજાઇ. શ્રદ્ધાળુઓ બિલી પત્ર, શેરડીનો રસ, પંચામૃત, દૂધ મિશ્રિત જળ, કાળા તલ, આંબળા મહાદેવને અર્પણ કરશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch