Mon,18 November 2024,11:24 am
Print
header

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલને પદ્મ ભુષણ, નરેશ-મહેશની બેલડીને પદ્મશ્રી એવોર્ડનું સન્માન

ભારત સરકાર દ્વારા ગણતંત્ર દિવસ પહેલા એવોર્ડની જાહેરાત કરાઇ 

અમદાવાદઃ દેશમાં ઉચ્ચકક્ષાની કામગીરી માટે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મ શ્રેણીના એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પદ્મ વિભુષણ (Padam Bhushan)અને પદ્મ ભુષણ (Padam Vibhushan)તેમજ પદ્મશ્રી (Padam shree)નો સમાવેશ થાય છે. સામાજિક, ઔદ્યોગિક, શિક્ષણ, સાહિત્ય, રમતગમત જેવા ક્ષેત્રોમાં કામગીરી બદલ આ સન્માન આપવામાં આવે છે. આ વર્ષે 119 પદ્મ એવોર્ડ જાહેર કરાયા છે.જેમાં 7 પદ્મમ વિભુષણ, 10 પદ્મ ભુષણ અને 102 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય  છે.

જાપાનના પ્રધાનમંત્રી સીન્જો આબે,  તમિલનાડુના એસ.પી બાલાસુબ્રમણિયમને કલા ક્ષેત્ર માટે, કર્ણાટકના ડો. બેલે હેગડેને મેડીસીન ક્ષેત્ર માટે,અમેરિકાના નરેન્દ્રસિંગને સાયન્સ અને એન્જીનીયરીંગ માટે, દિલ્હી ના મૌલાના વાહીદુદ્દીન ખાનને આધ્યાત્મિક ક્ષેત્ર અને ઓડીસા સુદર્શન સાહુને કલા ક્ષેત્ર માટે પદ્મ ભુષણ માટે પસંદ કરાયા છે. પદ્મ ભુષણ માટે ભાજપના દિગ્ગ્જ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ (Keshubhai Patel)સહિત 10 લોકોના નામની પસંદગી કરવામાં આવી છે.

જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે 102 લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સ્વ. મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા (Naresh Mahesh kanodia)ને  કલાક્ષેત્રના યોગ દાન માટે આ સન્માન મળ્યું છે. મહત્વની વાત એ છે કે બંનેના નામ પર એક જ એવોર્ડ છે, આમ સાથે જીવશું , સાથે મરશું ગીત ગાનારા આ મહાન કલાકારોને  સાથે એવોર્ડ માટે પસંદ કરાયા છે.શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્ર માટે ચંદ્રકાંત મહેતાના નામની પસંદગી કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch