Tue,17 September 2024,5:07 pm
Print
header

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતી, પાક સેનાએ તાલિબાનના 8 સૈનિકોને મારી નાખ્યાં, વેપાર પણ બંધ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત નજીક સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મુખ્ય કમાન્ડર સહિત 8 અફઘાન તાલિબાન સૈનિકો માર્યાં ગયા છે. ખુર્રમ સરહદી જિલ્લામાં ગોળીબારમાં 16 સૈનિકો ઘાયલ થયા હતા. અફઘાન પક્ષે શનિવારે સવારે પાક-અફઘાનિસ્તાન સરહદ પર પાલોશીન વિસ્તારમાં પાકિસ્તાની ચેક પોસ્ટ પર હથિયારોથી હુમલો કર્યો હતો.

તાલિબાન ખુલ્લેઆમ હુમલા કરી રહ્યાં છે

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પહેલીવાર નથી જ્યારે અફઘાન સૈનિકો અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હોય. અફઘાન તાલિબાન પાકિસ્તાનની અંદર આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની સાથે આંતરરાષ્ટ્રીય સરહદી દળો પર ખુલ્લેઆમ હુમલા કરી રહ્યાં છે.

બંને દેશો વચ્ચેનો વેપાર પણ સ્થગિત

તણાવપૂર્ણ સ્થિતિને કારણે સપ્તાહના અંતે બંને દેશો વચ્ચેનો વેપાર સ્થગિત રહ્યો હતો. રવિવારે પણ સરહદ પર ગોળીબારના અહેવાલ હતા, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. રવિવારના રોજ પાકિસ્તાનના કુર્રમના માર્ઘનમાં આતંકવાદી હુમલામાં અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સના એક અધિકારીનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch