Sat,16 November 2024,2:20 pm
Print
header

કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન બાદ વધુ એક નવો ખુલાસો- Gujarat post

અમદાવાદઃ ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યાના (Kishan bharwad murder case )કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર, ઇમ્તિયાઝ તથા મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું માનવું છે.જેની તપાસ થઇ રહી છે. 

તપાસ એજન્સીઓના અધિકારીઓએ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલીઓ યોજવામાં આવી રહી છે.  કિશનની શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણે ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જમાલપુરમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરતા અનેક ખુલાસા થઇ રહ્યાં છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે આ મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે.આ સંગઠનો મુંબઈ, દિલ્લી અને યુપીમાં કટ્ટરવાદી પ્રવૃતિઓ ચલાવતા હોવાની માહિતી મળી છે. તહૈરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું અનુમાન છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતુ, સંગઠનના પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ માહિતીને આધારે ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. અહીંના મૌલવીની પણ તપાસ શરૂ કરાઈ છે.

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાને હથિયાર આપનાર અઝીમ સમાની પણ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી છે. મૌલવીએ હત્યા માટે બંને આરોપીઓને ઉશ્કેર્યાં હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch