પેશાવરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને જોઈન્ટ ચેકપોસ્ટ પર ટક્કર મારી હતી, જેમાં 12 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. બુધવારે માહિતી આપતાં સેનાએ કહ્યું કે ત્યારપછી થયેલા એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે.
સેનાએ શું કહ્યું?
સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) એ જણાવ્યું કે, આતંકવાદીઓએ મંગળવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના મલીખેલ વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ પોસ્ટમાં પ્રવેશવાના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. પરિણામે 10 સુરક્ષા દળો અને બે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના કર્મચારીઓ સહિત 12 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા.
સેનાએ કહ્યું કે ત્યારબાદ થયેલી ગોળીબારમાં છ આતંકીઓ પણ માર્યા ગયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશના નાગરિક અને સૈન્ય નેતૃત્વએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ વિશાળ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું કે તેઓ આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર દેશમાં ખાસ કરીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા વર્ષમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post | 2024-11-21 10:52:13
રશિયા કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો! | 2024-11-21 09:29:47
અમેરિકામાં ગૌતમ અદાણી પર મોટો આરોપ, 265 મિલિયન ડોલરને લઈને કરવામાં આવ્યો આ દાવો | 2024-11-21 09:00:19
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
ગયાના પીએમ મોદીને આપશે સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, બાર્બાડોસે પણ કરી મોટી જાહેરાત | 2024-11-20 11:51:57
લંડનમાં કારની ડેકીમાંથી ભારતીય મહિલાની મળી લાશ, પતિ ફરાર થઈ ગયો હોવાની આશંકા- Gujarat Post | 2024-11-18 11:45:17