Fri,01 November 2024,12:52 pm
Print
header

સમાજ સાથે ગદ્દારી, હાર્દિક પટેલે રૂ.250 કરોડની સંપત્તિ બનાવી હોવાનો તેના જ જૂના સાથીઓનો ઘટસ્ફોટ !

અમદાવાદઃ 14 પાટીદાર શહીદોની લાશો પર થઇને હાર્દિક જેવા પાટીદાર નેતાઓ હવે ભાજપ, આપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓમાં પહોંચી ગયા છે, અને પોતાના ભવિષ્ય બનાવી રહ્યાં છે, પરંતુ હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક સભ્યો ફરી સક્રિય થયા છે, આજે અમદાવાદમાં નિલેશ એરવાડિયા સહિતના પાટીદાર નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટસ્ફોટ કરતા કહ્યું કે હાર્દિક પટેલે અંદાજે 250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી લીધી છે, લાખો રૂપિયાના ખર્ચે વકીલો કરીને હવે તે બધા પોલીસ કેસોમાંથી બચી જશે, સામે અનેક પાટીદાર યુવાનો આજે પણ પોલીસ સ્ટેશનો અને કોર્ટોના ધક્કા ખાઇ રહ્યાં છે.

વિરમગામમાં ભાજપના ઉમેદવાર હાર્દિકના વિરુદ્ધમાં પ્રચાર કરશે પાસ

10 ટકા ઇબીસી મળ્યું છે જ્યારે લડત હતી ઓબીસી માટે, આ લોલીપોપ છેઃ પાસ 

શહિદ યુવાનોના પરિવારમાંથી એક પણ વ્યક્તિને હજુ નથી મળી સરકારી નોકરી 

પાટીદાર યુવકો પરના પોલીસ કેસો ક્યારે પાછા ખેંચાશે ?

નિલેશે એરવાડિયાએ કહ્યું કે હાર્દિકે પટેલે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે, તેને સમાજના યુવકોને ગુમરાહ કર્યાં છે. જે ભાજપના રાજમાં પટેલોને લાઠીઓ ખાવી પડી તે જ પાર્ટીમાં શાહ અને મોદીની શરણમાં જઇને હાર્દિકે સમાજ સાથે ગદ્દારી કરી છે. પાસના નેતાઓએ હવે ફરીથી પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ તેઓ નવી પાસ કમિટિની રચના કરીને સમાજના પડતર મુદ્દાઓ મામલે સરકાર સામે લડત આપશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch