Thu,31 October 2024,4:53 pm
Print
header

Accident: બાગેશ્વર ધામના દર્શને જતા ભક્તોને નડ્યો અકસ્માત, 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત- Gujarat Post

Accident News: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં, બાગેશ્વર ધામની મુલાકાતે જતા પ્રવાસીઓથી ભરેલી એક ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને 108 એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. ઘાયલ અને મૃતકોમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે 5 વાગ્યે NH 39 પર કડારી પાસે બની હતી. જ્યાં છતરપુર રેલવે સ્ટેશનથી બાગેશ્વર ધામ તરફ જઈ રહેલી રિક્ષા નંબર UP 95 AT 2421 અને PB 13 BB 6479 નંબરની ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રકની અચાનક બ્રેક મારવાને કારણે ટ્રક પાછળ આવતી રિક્ષા તેની સાથે અથડાઈ હતી અને આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch