Sat,21 September 2024,2:59 am
Print
header

અંદાજે 6 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ, પાલનપુરના ચડોતર પાસે 10 કિલો સોના-ચાંદીની લૂંટ કરનારા ઝડપાયા

પાલનપુરઃ રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી હીરાના પાર્સલની લૂંટની ઘટના તાજી છે ત્યાં મંગળવારે રાત્રે પાલનપુરના ચડોતર પાસે અમદાવાદના જ્વેલર્સના ત્રણ માણસો પાસેથી 10 કિલો સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ હતી. જે બાદ પોલીસે ઠેરઠેર નાકાબંધી કરી હતી. ઘટનાની ગણતરીના કલાકોમાં પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને ડીસા-પાટણ રોડ પરથી પાટણ LCBએ દબોચી લીધા હતા.

અમદાવાદના ઋષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોના-ચાંદીના દાગીના અને હીરા લઈને ડીસાથી પાલનપુર જઇ રહ્યાં હતા ત્યારે અજાણ્યા બુકાનીધારીઓએ તેમની કારને આંતરી હતી અને લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ સોની વેપારી પાસે રહેલા સોના, હીરા અને રોકડ મળી 6 કરોડના લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ લૂંટ ચલાવીને ફરાર થઈ જતા વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમબ્રાંચ, SOG સહિતનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો.
અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. જેને પગલે પાંચેય આરોપીઓ ડીસા-પાટણ રોડ પરથી ઝડપાયા હતા.

અમદાવાદના જ્વેલર્સના માણસો ગઈકાલે સોનાના દાગીના બનાસકાંઠાના ડીસા વેચવા આવ્યાં હતા. તે દરમિયાન ડીસાથી પરત અમદાવાદ જતા હતા, ત્યારે પાલનપુરના ચડોતર બ્રિજ પાસે અજાણ્યા શખ્સોએ ઇનોવા કારમાં આવીને રોડ ઉપર આડી રાખી તેમના કાર થોભાવી હતી. જે બાદ કારમાંથી 10 કિલો સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. આ અંદાજે 6 કરોડ રૂપિયાની લૂંટ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch