Sun,17 November 2024,12:24 am
Print
header

પાટણમાં એક જ પરિવારના 5 સભ્યોએ પોલીસ સ્ટેશનની બહાર ઝેરી દવા ગટગટાવી

દલિત પરિવારના આ પગલાથી તંત્ર સામે અનેક સવાલ

પાટણઃ દલિત પરિવારે એસપી કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતા અને 4 સંતાનોએ  સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હાલમાં પરિવારના પાંચેય સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

પત્ની ઘર છોડીને જતી રહી હતી અને કોઇ ભાળ ન મળતા પતિએ પોલીસમાં અરજી આપી હતી. પરંતુ પોલીસ કંઇ કરતી નથી તેવા આક્ષેપ સાથે પતિએ કંટાળીને આ પગલું ભર્યું હતું. પિતા સહિત 4 સંતાનોની તબિયત લથડતા પોલીસ દ્વારા તાત્કાલીક GMERS હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલમાં પિતા અને 4 સંતાનો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. તેમની હાલત સ્થિર છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch