Mon,18 November 2024,1:50 pm
Print
header

પાટણ રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post

પાટણઃ જિલ્લામાં એમબીબીએસના એક વિદ્યાર્થીનું રેગિંગના કારણે મોત થયું હતું. રેગિંગ દરમિયાન સીનિયર્સ દ્વારા તેને ત્રણ કલાક સુધી ઊભો રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારે બની હતી. આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો. હાર્દિક શાહ દ્વારા એન્ટી રેગિંગ કમિટીની બેઠક કરીને તમામ આરોપી વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરી હતી. આ કેસમાં 15 સિનિયર વિદ્યાર્થીઓના નામ સામે આવ્યાં છે.   મૃતકની ઓળખ 18 વર્ષીય અનિલ તરીકે થઈ હતી. તે એમબીબીએસના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો.

અવધેશ અશોકભાઈ પટેલ, હિરેન મનશુખભાઈ પ્રજાપતિ, તુષાર પીરાભાઈ ગોહલેકર, પ્રકાશ માધાભાઈ દેસાઈ, જયમીન સવજીભાઈ ચૌધરી, પ્રવીણ વરજાગભાઈ ચૌધરી, વિવેક ગમનભાઈ રબારી, ઋત્વિક પુરસોતમભાઈ લીમબાડીયા, મેહુલ પ્રતાભભાઈ ઢેઢાતર, સૂરજ રૂડાભાઈ બલદાણીયા, હરેશ ગંભીરભાઈ ચાવડા, વૈભવકુમાર વિકેશકુમાર રાવલ, પરાગ ભરતભાઈ કલસરિયા, ઉત્પલ શૈલેષભાઈ વસાવા, વિશાલ લગધીરભાઈ ચૌધરીને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

કૉલેજના ડીન ડૉ. હાર્દિક શાહે જણાવ્યું કે, ત્રણ કલાક સુધી વિદ્યાર્થીને ઊભા રાખ્યાં બાદ તે બેભાન થઈ ગયો હતો. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેના મિત્રએ જણાવ્યું કે વિદ્યાર્થીને સીનિયર્સ દ્વારા ઊભો કરીને તેનો પરિચય આપવાનું કહ્યું હતું અને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch