સુરતઃ એક સમય હતો જ્યારે ડાયમંડના બિઝનેેસમાં અમેરિકાની પેન્ટાગોન બિલ્ડીંગ વિશ્વની સૌથી મોટી ઈમારતનું બિરુદ ધરાવતી હતી અને હવે આ ટાઇટલ સુરત ડાયમંડ બૂર્સને મળી ગયું છે.આ ઈમારતનું ઉદ્ઘઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઢી મહિના પહેલા કર્યું હતું. જો કે હવે લોકો આ ઈમારતને ભૂતિયા બિલ્ડિંગ કહેવા લાગ્યાં છે.
આ બિલ્ડીંગમાં 4200 ઓફિસો છે જે કોઈ કારણોસર હજુ સુધી શરૂ થઈ નથી. આ જ કારણ છે કે લોકો તેને ભૂતિયા બિલ્ડીંગ કહેવા લાગ્યા છે. જો કે, સુરત ડાયમંડ બૂર્સનું મેનેજમેન્ટ આ વાતને નકારી રહ્યું છે અને કહી રહ્યું છે કે બિલ્ડિંગ શરૂ થાય તે માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યાં છે.
સુરત શહેરના ખાજોદ વિસ્તારમાં સરકારના ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સુરત ડાયમંડ બૂર્સ બિલ્ડીંગ બનાવવામાં આવી છે. સુરત ડાયમંડ બૂર્સમાં 9 ટાવર છે, જેમાં 4200 ઓફિસો છે. આ સુરત ડાયમંડ બૂર્સ બનાવવા માટે સુરત અને મુંબઈના હીરાના વેપારીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. આ પછી અહીં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.
દરેક ટાવરમાં 13મો માળ ખાલી રહે છે
વિશ્વની સૌથી મોટી ઈમારત સુરત ડાયમંડ બૂર્સ લગભગ 4000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આ ઈમારતને તૈયાર કરતી વખતે ભારતીય વાસ્તુશાસ્ત્રનું ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. અહીં બનેલા 9 ટાવરમાંથી દરેક ટાવરમાં 13મો માળ ખાલી રાખવામાં આવ્યો છે, કારણ કે 13મો માળ અશુભ માનવામાં આવે છે.
વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ સુરત ડાયમંડ બૂર્સમાં એડવાન્સ બુકિંગ કરાવનારા હીરાના વેપારીઓ હજુ સુધી પોતાની ઓફિસ શરૂ કરી શક્યાં નથી. 4200 ઓફિસોમાંથી માત્ર પાંચ ઓફિસો જ શરૂ થઈ છે. જ્યારે આ બિલ્ડીંગ પૂર્ણ થયું ત્યારે કિરણ એક્સપોર્ટના નામથી હીરાનો ધંધો કરતા વલ્લભભાઈ લાખાણી આ બિલ્ડિંગના મેનેજમેન્ટના ચેરમેન હતા. તેમનો મુંબઈમાં હીરાનો ધંધો હતો.
આ બિલ્ડીંગના ચેરમેન હોવાથી તેમને પહેલું કામ મુંબઈથી પોતાનો બિઝનેસ સમેટીને સુરત આવવાનું કર્યું હતું. પરંતુ અહીં નિષ્ફળતા જોઈને હીરા ઉદ્યોગપતિ વલ્લભભાઈ લાખાણીએ સુરત ડાયમંડ બૂર્સમાં આવેલી તેમની ઓફિસને તાળું મારીને ફરી મુંબઈ શિફ્ટ થઈ ગયા છે અને સુરત ડાયમંડ બૂર્સના ચેરમેન પદેથી પણ રાજીનામું આપી દીધું છે.
લાલજીભાઈ પટેલ સમિતિના નવા અધ્યક્ષ બન્યાં
સુરત ડાયમંડ બૂર્સની નવી કમિટીના ચેરમેન તરીકે લાલજીભાઈ પટેલ આવ્યાં છે. તે ધર્મનંદન ડાયમંડના નામથી હીરાનો ધંધો કરે છે. સુરત ડાયમંડ બૂર્સની નિષ્ફળતાને કારણે હવે તેને ભૂતિયા બિલ્ડીંગ કહેવામાં આવી રહી છે, લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, સુરત ડાયમંડ બૂર્સમાં મેનેજમેન્ટ કમિટી બદલાતી રહે છે. અગાઉ વલ્લભભાઈ લાખાણી પ્રમુખ હતા હવે નવી સમિતિની રચના કરવામાં આવી છે. વલ્લભભાઈ લાખાણીએ સુરતમાં હીરાનો ધંધો બંધ કરીને ફરી મુંબઈ શિફ્ટ થઈ ગયા છે. સુરત ડાયમંડ બૂર્સ શરૂ કરવા તેઓ શહેરના મહિધરપુરા અને મિની બજાર ડાયમંડ માર્કેટમાં હીરાના વેપારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.
દિવાળી સુધીમાં એક હજાર ઓફિસ શરૂ કરવાની યોજના
તેઓ મુંબઈ જઈને હીરાના વેપારીઓ સાથે બેઠક પણ કરવાના છે. આ સાથે સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણ રીતે શરૂ થઈ શકશે. માત્ર ઓફિસ શરૂ કરવાથી કામ નહીં ચાલે. જ્યારે લોકો અહીં હીરા ખરીદવા અને વેચવા માટે આવશે ત્યારે તેમના માટે વ્યવસ્થા કરવી પડશે. તે સુરક્ષા વ્યવસ્થા પર પણ ધ્યાન આપી રહ્યાં છે.
લોકો દુનિયાની સૌથી મોટી ઈમારતને ભૂતિયા ઈમારત કહેવા લાગ્યા છે ત્યારે તેમણે કહ્યું કે હીરાના ધંધાર્થીએ બિલ્ડીંગમાં બુકિંગ કરાવ્યું હોવા છતાં તેમણે ત્યાં પોતાની ઓફિસ શરૂ કરી નથી. આવી સ્થિતિમાં તેમનો પ્રયાસ છે કે લોકો દિવાળી સુધીમાં ઓછામાં ઓછી એક હજાર ઓફિસ શરૂ કરે, જેથી અહીંથી હીરાનો વ્યવસાય શરૂ થઈ શકે. મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ શરૂ થતાં 15 વર્ષ લાગ્યાં. પરંતુ, સુરત ડાયમંડ બુર્સ શરૂ થતાં આટલા વર્ષો નહીં લાગે. સુરત ડાયમંડ બુર્સ ટૂંક સમયમાં ધમધમતું કરાશે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Breaking News: વાવમાં કમળ ખિલ્યું, ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત | 2024-11-23 13:57:56
ફરી હેમંત સોરેન સરકાર, ઝારખંડમાં INDIA ગઠબંધનનો ચાલ્યો જાદુ - Gujarat Post | 2024-11-23 11:53:40
મહારાષ્ટ્રમાં મહાયુતિ જોરદાર જીત તરફ, શિવસેનાના સંજય રાઉતે કહ્યું- કઈંક તો ગડબડ છે- Gujarat Post | 2024-11-23 11:21:34
વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નક્કી ! જાણો કેટલા મતની છે લીડ- Gujarat Post | 2024-11-23 11:10:06
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ, કોંગ્રસ આગળ | 2024-11-23 09:54:07
રાજકોટમાં ગેમિંગના વ્યસને 20 વર્ષના યુવકનો જીવ લઇ લીધો, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત | 2024-11-23 09:16:06
સ્ટેટ GSTના રાજ્યવ્યાપી દરોડા, રૂ. 3 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ | 2024-11-22 21:07:27
આજીવન કેદની સજા રદ કરવા આસારામ બાપુએ કરી અરજી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ- Gujarat Post | 2024-11-22 20:45:40
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરતમાં ઝોલા છાપ ડોક્ટરોએ ખોલી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસે કરી કાર્યવાહી | 2024-11-19 17:42:55
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20