Sun,17 November 2024,5:18 am
Print
header

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, પેટ્રોલ-ડીઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં

મોંઘવારીથી જનતા ત્રાહિમામ, મોદી સરકાર સામે વધતો રોષ 

અમદાવાદ: મેટ્રો શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, મોંઘવારીના માર વચ્ચે લોકોના ખિસ્સાઓ ખાલી થઈ રહ્યાં છે. રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા સામાન્ય જનતાને રડવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં પેટ્રોલ ડીઝલ બાદ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ ઘરેલું ગેસની કિંમતોમાં પણ વધારો થયો છે બીજી તરફ શાકભાજી પણ મોંઘા થતા ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. વધતા શાકભાજીના ભાવોએ ગૃહિણીઓની ચિંતા વધારી છે, ડુંગળી, બટાટા, ટામેટાં, રીંગણ સહિત લીલા શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. બીજી તરફ મગ, તૂવેરદાળ, ચણા જેવા કઠોરમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ બધુ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાને કારણે થયું છે.

અમદાવાદમાં કેટલાક શાકભાજીના ભાવ 100 રૂપિય કિલોને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા તેની અસર અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ પર પડી રહી છે. ટામેટા, ચોળી, કોથમીર, ગવાર, વાલોળના કિલોના ભાવ 100 રૂપિયાને પાર જોવા મળી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch