Sun,17 November 2024,3:08 am
Print
header

Big News- દિવાળી પર મોદી સરકારની મોટી ભેટ, પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો મોટો ઘટાડો

ગુજરાતમાં પેટ્રોલ 12, ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું 

 

નવી દિલ્હીઃ દિવાળીના એક દિવસ પહેલા મોદી સરકારે લોકોને સૌથી મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં સૌથી મોટો ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર પ્રતિ લિટરે 5 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટરે 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો આવતીકાલથી (દિવાળીના દિવસથી) લાગુ થશે.

મોદી સરકારે લોકોને દિવાળી ભેટ આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં ભાવ ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. સરકારે 4 નવેમ્બર લાગુ પડે એ રીતે એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. જેથી દેશભરમાં પેટ્રોલ-ડીઝલ થોડું સસ્તુ થશે, જો કે આ ભાવ ઘટાડા પછી પણ વાહનચાલકો માટે જે ભાવ હશે તે તો વધુ જ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch