Fri,15 November 2024,6:05 pm
Print
header

દક્ષિણ ફિલિપાઈન્સમાં વરસાદ બાદ પૂરનો કહેર, અત્યાર સુધીમાં 72 લોકોનાં મોત- gujarat post

ફિલિપાઈન્સઃ અહીં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી છે, પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 72 લોકોનાં મોત થઇ ગયા છે, હજુ મોતનો આંકડો વધવાની શક્યતા છે, તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે, પાણીમાં ફસાયેલા અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. હેલ્પલાઇન નંબરો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેના પર કોલ આવતા જ રેસક્યૂં ટીમો બચાવ સ્થળે પહોંચી રહી છે.

દક્ષિણ ફિલિપાઈન્સના દાતુ ઓડિન સિન્સૂઆટ અને દાતુ બ્લાહ સિન્સૂઆતમાં વધારે લોકોનાં મોત થઇ ગયા છે, તેની આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક લોકોની લાશો બહાર કાઢવામાં આવી છે. પૂરને કારણે અનેક મકાનો ધરાશાઇ થઇ ગયા છે, લોકો ઘરવિહોણા બન્યાં છે, તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યાં છે.

દક્ષિણ ફિલિપાઈન્સના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરી દેવાયા છે, અનેક રેસક્યૂં ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂરને કારણે અહીં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch