Fri,18 October 2024,10:46 am
Print
header

સલમાન ખાનની હત્યાનો પ્લાન બનાવી રહેલા શખ્સની પોલીસે કરી ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

Salman Khan News: મુંબઈમાં અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. લૉરેંસ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યાની જવાબદારી લેવામાં આવી છે. આ દરમિયાન મુંબઈ પોલીસે સલમાન ખાનની હત્યાનું કાવતરું રચવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુખા નામના વ્યક્તિની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે. તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે અને આજે કોર્ટમાં રજૂ કરાશે. આ વર્ષે જૂન મહિનામાં પોલીસે દાવો કર્યો કે સલમાન ખાનને નવી મુંબઈ સ્થિત ફાર્મ હાઉસ જવાના રસ્તે નિશાન બનાવવાનો ખુલાસો થયો હતો. આ કાવતરાં પહેલા એપ્રિલમાં સલમાનના ઘર, ગેલેક્સી એપાર્ટમેન્ટ, બાંદ્રાની બહાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યુ હતું.

સલમાન ખાને આ વર્ષે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તેના ઘરની બહાર હુમલો કરવા માટે લોરેંસ બિશ્નોઈ ગેંગ પર શંકા છે અને તેમના પરિવારમાં લોકોની હત્યા કરવામાં આવી શકે છે. સલમાનનું નિવેદન પણ ચાર્જશીટનો હિસ્સો છે. સલમાને જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકો સામે નકલી ઓળખ પુરાવાના આધારે તેમના પનવેલ નજીક આવેલા ફાર્મ હાઉસમાં ઘૂસવાની કોશિશ કરી હતી.

પોલીસ અનુસાર લૉરેંસ બિશ્નોઈ ગેંગ અને સંપત નેહાર ગેંગે સલમાનની મૂવમેંટની જાણકારી રાખવા માટે તેના બાંદ્રાવાળા મકાન, પનવેલ ફાર્મહાઉસ અને શૂટિંગ લોકેશન પર 60 થી 70 લોકોને કામે લગાવ્યાં હતા. સલમાનની હત્યાનું કાવતરું રચ્યાની જાણકાર બાદ 24 ઓગસ્ટે પનવેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch