Sat,16 November 2024,8:21 pm
Print
header

બે શખ્સો CBI અધિકારી બનીને ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઇલ મેળવવા ગયાને પકડાઇ ગયા- Gujarat Post

અમદાવાદઃ પોલીસે નકલી CBI અધિકારી બનીને ફરતા બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે ગાંધીનગર ડીજી ઓફિસમાં સીબીઆઈમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપનીમાંથી કોલ ડિટેઇલ મેળવવા ગયા હતા. પરંતુ ટેલિકોમ કંપનીના નોડલ ઓફીસરને શંકા જતા આ અંગેની પોલીસને જાણ કરી હતી. પોલીસે નોડલ ઓફિસરની ફરિયાદને આધારે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક હકીકત સામે આવી કે આ બંને આરોપીઓ નોકરી કરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યાં હતા. પરંતુ કોલ ડિટેઇલ્સ માંગવા પાછળ તેમનો ઇરાદો શું હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હાલમાં પોલીસે બંને આરોપીઓ પાસેથી બનાવટી પોલીસના લોગોવાળું આઈકાર્ડ અને પત્રકાર તરીકેની ઓળખનું આઈકાર્ડ કબ્જે કર્યું છે. જેને પગલે આ બંને વ્યક્તિઓની ઉપર વધુ શંકા ઉપજી રહી છે કે કોલ ડિટેઇલ્સ કેમ લેવા ગયા હતા, તપાસના અંતે જ ખ્યાલ આવશે કે આ ગઠિયાઓ શા માટે પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને બનાવટી આઈ કાર્ડ બનાવ્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch