Sat,16 November 2024,12:27 pm
Print
header

અરવલ્લી: હપ્તો ન આપ્યો તો પોલીસે શાકભાજીની લારી ઊંધી વાળી દીધાનો આરોપ- Gujarat post

અરવલ્લી: પોલીસકર્મીની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હપ્તો ન આપ્યો તો શાકભાજીની લારી ઊંધી વાળી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મેઘરજ બસ સ્ટેન્ડ પાસે ગરીબ શાકભાજી વાળા સાથે આ પોલીસકર્મીએ દબંગાઇ કરી હતી.પોલીસની કામગીરી સામે વેપારીઓમાં આક્રોશ છે.

મેઘરજના ટ્રાફિક જમાદારની દબંગાઈથી ત્રાસેલા શાકભાજીની લારીવાળાઓએ શાકભાજીની સહીતની ચીજ વસ્તુ રોડ પર ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો છે. ટ્રાફિક જમાદાર લારીઓ વાળા પાસેથી 200 રૂપિયા હપ્તા પેટે માંગતા હોવાના આક્ષેપ થયા છે. હપ્તો આપવો હોય તો જ લારીઓ ઉભી રાખવી તેવી ખુલ્લે આમ ધમકી આપતાં ધંધાર્થીઓ કંટાળ્યાં છે. 10 થી વધુ લારીવાળાના માઈક ઉઠાવી જઈને પોલીસે પોતાની દબંગાઈ બતાવી છે.લારીવાળાઓ એકઠા થતા પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી. લારીવાળાઓ સાથે પોલીસની રકઝકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch