Mon,18 November 2024,10:06 am
Print
header

ગૃહમંત્રી અમિત શાહનો પુત્ર જય BCCI માં ઉંચા હોદ્દા પર જઇ શકે છે પરંતુ કાર્યકરનો પરિવાર ચૂંટણી ન લડી શકે !

પરિવારના સભ્યોને ટિકીટ નહીં આપવા મામલે ભાજપના બેવડા ધોરણને લઇને પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી નારાજ

અમદાવાદઃ તાજેતરમાં જ ભાજપ (BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જાહેરાત કરી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિવારવાદને સ્થાન નહીં મળે અને ભાઇ , બહેન, પિતા, પતિ કે દીકરા કે અન્ય પરિવારના સભ્યોને ટિકીટ આપવામાં નહીં આવ, પાટીલના આ નિર્ણયથી ભાજપમાં જૂના સ્થાનિક કોર્પોરેટરોમાં (local corporators)નારાજગી છે. કારણ કે કેટલાંક સ્થાનિક કોર્પોરેટરો તેમના પરિવાર માટે ટિકીટ ઇચ્છતા હતા.અમદાવાદના પૂર્વ મેયર અને વાસણા વોર્ડના કોર્પોરેટર અમિત શાહ તેમના પુત્ર માટે ટિકીટ ઇચ્છતા હતા.પણ નવા નિયમથી તેઓ નારાજ છે, કહે છે કે તેમનો પુત્ર છેલ્લાં 12 વર્ષથી ભાજપમાં સક્રિય છે. જેથી તેને ટિકીટ મળવી જોઇએ. આ પ્રકારના દાવા અનેક કોર્પોરેટર્સ દ્વારા કરાયા છે. 

ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ભાઇ પ્રહલાદ મોદી પણ પાર્ટીના નવા નિયમથી નારાજ છે. તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમની પુત્રી સોનલ બોડકદેવ (Bodakdev ward)વોર્ડથી ચૂંટણી લડવા ઇચ્છે છે, તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભત્રીજી છે. પરંતુ કોઇ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ નથી કર્યો તેમની સાથે ફોટો પણ પડાવ્યો નથી. માત્ર એક કાર્યકર તરીકે કામગીરી કરી છે. ત્યારે તે ટિકીટના હકદાર છે. પાર્ટીના નિયમો બે ધારી નિતી છે.કારણ કે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ ક્રિકેટ રમ્યા વિના બીબીસીઆઇમાં ઉંચા હોદ્દા પર આવી શકે છે, ધારાસભ્યો અનેક ટર્મ ચૂંટણી લડી શકે છે ત્યારે આ નિયમો લાગુ નથી થતા પરંતુ  સામાન્ય કાર્યકરોને નિયમો બતાવવામાં આવે છે. આમ પ્રહલાદ મોદીએ ભાજપના  ચૂંટણીલક્ષી નિયમો પર સવાલ ઉઠાવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch