Sun,17 November 2024,7:33 am
Print
header

જનતાને મોંઘવારીની ભેટ, તહેવારો પહેલા જ ખાદ્યતેલ, ગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો

અમદાવાદ: હાલ તહેવારોનો સમય છે ત્યારે એલજીપી ગેસ, પેટ્રોલ-ડીઝલ ખાવાપીવાની ચીજવસ્તુઓ અને ખાંડના ભાવમાં વધારો થતાં સામાન્ય વ્યક્તિને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ગૃહિણીઓના બજેટ વિખેરાઇ ગયા છે. જીવન જરૂરી તમામ વસ્તુઓની કિંમતો આસમાને પહોંચતા મધ્યમ વર્ગનાં લોકો તહેવારોના દિવસોમાં ચિંતામાં ડૂબી ગયા છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ છે જેને પગલે આવનારા દિવસોમાં મોંઘવારી વધુ વધશે તેવી આશંકા વર્તાય રહી છે. ગેસ સિલીન્ડરનાં ભાવ હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. શાકભાજી અને દાળના ભાવમાં પણ તોતીંગ વધારો ઝીંકાયો છે.

શાકભાજીનાં ભાવ પણ ભડકે બળ્યાં છે. ટામેટા 60 રૂપિયે કિલો અને લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ કોરોના હળવો પડયો હોવાથી આ વર્ષે તહેવારોની ઉજવણી જોરશોરથી થવાની સંભાવના વર્તાય રહી હતી પરંતુ હવે તમામ જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં તોતીંગ ભાવ વધારો ઝીંકાતા આ ઉજવણી ફીક્કી બની છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch