Mon,18 November 2024,8:16 am
Print
header

કોરોનાનો ફફડાટ, મહારાષ્ટ્રના આ મોટા શહેરમાં 14 માર્ચ સુધી સ્કૂલો-કૉલેજ અને કોચિંગ ક્લાસીસ બંધ

પૂણે: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે.  મહારાષ્ટ્રમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલો, કોલેજો અને કોચિંગ ક્લાસને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના સંખ્યાબંધ મોટા શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે અનેક જિલ્લામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે પ્રશાસન વધારે સતર્ક બની રહ્યું છે. પૂણે શહેરમાં મેયરે સ્કૂલો, કોલેજો અને કલાસીસ બંધ કરવાનો આદેશ આપી દીધો છે. બીજી તરફ પૂણેમાં સવારે 11 થી 6 સુધીનો રાત્રી કર્ફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યો છે.

પૂણેની સ્થિતી પરથી મહારાષ્ટ્રના બીજા શહેરોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 16000થી વધુ કેસ સામે આવ્યાં છે અને છેલ્લા 24 કલાકમાં 113 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં પુણે અને નાગપુર સિવાય શનિવાર અને રવિવારે અમરાવતી, યવતમાલ, વાશીમ અને અકોલામાં લોકડાઉન જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં લગ્ન સમારોહના હોલ 7 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch