Fri,15 November 2024,11:55 am
Print
header

તમારી હોમ અને ઓટો લોન થશે વધારે મોંઘી, RBI એ ફરીથી રેપો રેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો કર્યો વધારો

નવી દિલ્હીઃ ફરી એક વખત RBIએ રેપો રેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકે સતત છઠ્ઠી વખત રેપો રેટના દળમાં વધારો કરતા હોમ લોન ધારકો અને કાર ખરીદનારાઓને ફટકો પડશે. આ બંને લોન હવે મોંઘી બનશે. આ પહેલા આરબીઆઈની એમપીસીની મહત્વની બેઠક ત્રણ દિવસ સુધી ચાલી હતી. જેમાં બેંકે મોંઘવારી અને દેશની આર્થિક સ્થિતી અંગે ચર્ચા કરી હતી અને કેટલાક મહત્વના નિર્ણયો કર્યાં હતા.

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી કે અમે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલા 6.25 ટકા હતો. જેથી હવે રાષ્ટ્રીયકૃત અને પ્રાયવેટ બેંકો પણ વ્યાજદરો વધાવશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફૂગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યાં છે. ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે, જેથી તે મુજબ નિર્ણયો લેવા પડશે.નાણાંકીય વર્ષ 2023 માટે ભારતનો જીડીપી દર 7 ટકા રહેવાનો અંદાજ છે. નાણાંકીય વર્ષ 2023-24માં ફુગાવો 4 ટકાની રેન્જથી ઉપર રહેવાની શક્યતા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch