Fri,15 November 2024,2:00 pm
Print
header

ચીન, જાપાન સહિત આ દેશોમાં આવતાં મુસાફરોના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવશે તો ક્વોરન્ટાઈન કરાશે: મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ ચીન, જાપાન, અમેરિકા સહિત વિશ્વભરના અનેક દેશોમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોવિડના ખતરાને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકાર તરફથી કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત તમામ રાજ્યોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઇઝરીનું કડક પાલન કરાવવા કહ્યું છે.

વિદેશથી આવતાં મુસાફરોનું એરપોર્ટ પર સ્કેનિંગ અને કોવિડ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ અને થાઇલેન્ડથી આવતાં મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાશે. જો આ દેશોમાંથી કોઈ પણ મુસાફરોમાં સિપ્ટોમેટિક કે કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 201 નવા કેસ નોંધાયા છે. કોવિડના એક્ટિવ કેસનો આંકડો વધીને 3397 થયો છે. જેથી લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch