Fri,20 September 2024,7:00 pm
Print
header

રાહુલે કહ્યું મોદી તો પનોતી છે.......તેમના કારણે જ આપણે વર્લ્ડકપની મેચ હારી ગયા- Gujarat Post

જયપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના જાલોર જિલ્લામાં જનસભાને સંબોધી હતી.આ દરમિયાન તેમણે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની હારને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું- ' આપણા ખેલાડીઓ વર્લ્ડકપ જીત્યો હોત તો સારું હતુ, પરંતુ પનોતીએ તેમને હારાવ્યાં'. રાહુલના આ નિવેદનને પીએમ મોદી પર સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધી જાલોરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં હતા. તેઓ પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં હતા,કોંગ્રેસના કાર્યકરોએ પનોતી-પનોતીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ સાંભળીને રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ બંધ કરી દીધું અને કહ્યું કે આપણા ખેલાડીઓ વર્લ્ડકપ જીતી શક્યા હોત, પરંતુ પનોતીને કારણે આપણે હારી ગયા. જનતા આ જાણે છે, પણ ટીવીવાળા કહેશે નહીં. આ પછી રાહુલે ફરી પોતાનું ભાષણ શરૂ કર્યું.

આ પહેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ ભારતીય ટીમની હાર માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યાં હતા. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ મેચ જોવા જવાની જરૂર જ ન હતી. તેને જોઈને ખેલાડીઓ ટેંશનમાં આવી ગયા હતા. તેમના કારણે જ આપણે હારી ગયા. જો તેઓ ખેલાડીઓનું મનોબળ વધારવા માંગતા હતા તો એક દિવસ પહેલા તેમને ખેલાડીઓને મળવું જોઇતું હતુ.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ટ્વિટર પર પનોતી શબ્દ ટ્રેન્ડ થયો હતો. વિરોધ પક્ષોએ તેનો ઉપયોગ પીએમ મોદી વિરુદ્ધ કર્યો હતો. નોંધનિય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નીહાળી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ પર છઠ્ઠી વખત કબ્જો કરી લીધો હતો.

#panoti
#panoti modi
#modi panoti

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch