Sun,30 June 2024,5:07 pm
Print
header

મોદી સરકારને ઘેરવાની જોરદાર તૈયારીઓ, રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા- Gujarat Post

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 18મી લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી નિભાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે યોજાયેલી બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.

ખડગેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં વિપક્ષના ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. તેમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના હનુમાન બેનીવાલ, NCP-શરદ પવારના સુપ્રિયા સુલે પણ હાજર રહ્યાં હતા. બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે.

કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે. વેણુગોપાલે કહ્યું, અસ્થાયી સ્પીકરને પત્ર લખ્યો છે અને તેમને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની નિમણૂંક કરવાના નિર્ણય વિશે જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વખતે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. બંને બેઠકો પર તેમનો વિજય થયો હતો. જો કે, બાદમાં તેમણે રાયબરેલી બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે અને વાયનાડ બેઠક છોડવાનું નક્કિ કર્યું છે. અહીંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch