Fri,01 November 2024,7:11 pm
Print
header

રાહુલ ગાંધી અમદાવાદમાં કરશે રોડ શો, કાર્યકર્તાઓને આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન – Gujarat Post

(file photo)

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના રોડ શોનું કરાઈ રહ્યું છે આયોજન

એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધી કરી શકે છે રોડ શો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપમાંથી પીએમ મોદી, અમિત શાહ અને આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલે રાજ્યના આંટા ફેરા વધાર્યાં છે. કોંગ્રેસ પણ હવે સક્રિય થઈ રહી હોય તેમ લાગે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં રોડ શો કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસ દ્વારા 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીના અરપોર્ટથી રિવરફ્રન્ટ સુધીના રોડ શોનું આયોજન કરાઈ રહ્યું છે. રિવર ફ્રન્ટ ખાતે રાહુલ ગાંધી કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેશે અને માર્ગદર્શન આપશે.ઉપરાંત વિધાનસભા ચૂંટણી માટે બુથ મેનેજમેન્ટ અંગે પણ માર્ગદર્શન આપશે.

શુક્રવારે કોંગ્રેસના કદ્દાવર નેતા ગુલામ નબી આઝાદે પક્ષ સાથે છેડો ફાડ્યાં બાદ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે લખ્યું દુર્ભાગ્યથી કોંગ્રેસમાં રાહુલ ગાંધીના પ્રવેશથી સંપૂર્ણ કન્સલ્ટેટિવ મિકેનિઝમ ધ્વસ્ત થઈ ગઈ. ખાસ કરીને જાન્યુઆરી 2013માં રાહુલને કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ બનાવાયા પછી તેમણે પક્ષને બરબાદ કરી નાંખ્યો. તેમણે બધા જ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા અને અનુભવહીન ચાપલુસોનું જૂથ પક્ષ ચલાવવા લાગ્યું. તેમણે રાહુલ ગાંધી પર બાળબુદ્ધિ, અપરિપક્વ, જૂથવાદી અને ચાપલૂસોથી ઘેરાયેલા રહેવાનો આક્ષેપ કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch