Fri,01 November 2024,3:05 pm
Print
header

ગુજરાત ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના વચનો, કર્મચારીઓને લઇને કહી આ વાત- Gujarat Post

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં સરકાર સામે લડત આપી રહેલા હજારો કર્મચારીઓને મોટા વાયદા કર્યાં છે, હાલમાં રાહુલ ભારત જોડો યાત્રા પર છે, ત્યારે તેમને ટ્વીટ કરીને વચનો આપ્યાં છે કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓને જે લાભ મળે છે તેવા જ લાભ ગુજરાતમાં પણ મળશે. રાજસ્થાનની અશોક ગેહલોતની સરકારે કર્મચારીઓને લઇને અનેક યોજનાઓ પણ અમલમાં મુકી છે.

રાહુલે પહેલા તો કર્મચારીઓને લઇને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે, જે ગુજરાત સરકારના લાખો કર્મચારીઓની સૌથી મોટી માંગ છે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી નોકરીની ગેરંટી આપી છે. સમયસર કર્મચારીઓને પ્રમોશન આપવાનું વચન આપ્યું છે.

થોડા સમય પહેલા જૂની પેન્શન યોજનાને લઇને કર્મચારીઓએ ભાજપ સરકાર સામે આંદોલનો કર્યાં હતા, કર્મચારીઓમાં પોતાની માંગોને લઇને ભાજપ સામે આક્રોશ છે, ત્યારે આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસે પણ કર્મચારીઓ માટે વચનોની લ્હાણી કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch