Fri,22 November 2024,9:43 pm
Print
header

સમગ્ર રાજ્યમાં મેઘો બોલાવશે ધબધબાટી, આ જીલ્લાઓમાં આજે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અનેર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસતા પગથિયા પર પાણી વહેતા થયા છે. વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદને કારણે ખડખડ વહેતા પાણીનો સુંદર નજારો જોવા મળ્યો હતો. રાજ્યમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધી 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતનાં કામરેજમાં 1.25 ઈંચ, વડોદરા તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આજે બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, કચ્છ, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch