Sun,17 November 2024,1:11 pm
Print
header

ધોધમાર વરસાદ થશે, તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે, હાલમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હજુ એક અઠવાડિયા સુધી આવો જ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 240 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.રાજ્યમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં ખાબક્યો છે. ગુજરાતના 200 તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે પણ હવે પછી રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 30 ટકા વરસાદ પડ્યો છે અને મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળ ના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch