Sun,17 November 2024,5:06 pm
Print
header

રાજકોટમાં વૃદ્ધાએ સાતમા માળેથી કૂદીને કર્યો આપઘાત, ઘટના CCTV માં થઈ કેદ

રાજકોટ: શહેરના કુવાવડા રોડ પર એક વૃદ્ધ મહિલાએ સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે સુખી સંપન્ન પરિવારના વૃદ્ધાના મોતના દ્રશ્યો બિલ્ડીંગમાં લગાવવામાં આવેલા  સીસીટીવીમાં કેદ થયા છે વૃદ્ધ મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેમણે મોત વ્હાલુ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કુવાવડા રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્સના બીજા માળે સોલંકી પરિવાર રહે છે. સોલંકી પરિવારના ત્રણ દીકરા ઈમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.ત્રણેય ભાઈઓના મા  જમનાબેન સોલંકી (ઉંમર 65 વર્ષ) માનસિક બીમારીથી પીડાતા હતા. આજે તેઓ બિલ્ડીંગના સાતમા માળે ગયા હતા અને અગાશી પરથી પડતુ મૂક્યું હતું.

બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વૃદ્ધાની આત્મહત્યાની તમામ માહિતી કેદ થઈ છે આપઘાતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તેઓ બીજા માળેથી ચઢીને અગાશી સુધી પહોંચ્યા હતા. બાદમાં તેઓ 7 માં માળની બાલ્કનીની પાળી પર ચઢ્યા હતા, પરંતુ ડર લાગવાને કારણે તેઓ થોડા અટવાયા હતા. આખરે બીક ન લાગે તે માટે ઉંધા ફરીને કૂદકો મારતા નજરે પડ્યાં છે. આ ઘટના બાદ તેમના પરિવારજનો દોડી આવ્યાં હતા. પોલીસ તપાસમાં માલૂમ પડ્યુ કે જમનાબેન માનસિક બીમારીથી પીડાતા હતા. તેથી તેમણે આવુ પગલુ ભર્યું હતું. હાલ પોલીસે વૃદ્ધાના પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch