Mon,18 November 2024,8:26 am
Print
header

છૂટાછેડા બાદ પણ પતિ કરતો હતો પરેશાન, યુવતીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવી જિંદગી

રાજકોટઃ અહી સંબંધોને શર્મસાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છૂટાછેડા આપી દીધા બાદ પણ પૂર્વ પતિ પરેશાન કરતો હોવાને કારણે યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવતીએ પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. સમગ્ર મામલે યુવતીના પરિવારજનોને જાણ થતાં યુવતીને નીચે ઉતારીને હોસ્પિટલે ખસેડાઇ હતી.પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા તેનું મોત નીપજ્યું હતું.

આપઘાતના બનાવની જાણ થતાંની સાથે જ બી ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. સાથે જ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી  કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવતીના લગ્ન દોઢ વર્ષ પહેલા જૂનાગઢના યુવક સાથે થયા હોવાનું જાણવા મળ્યું છે.

લગ્નજીવન શરૂ થયાના થોડા દિવસો બાદ ઘર કંકાસ શરૂ થયો હતો જેને પરિણામે માત્ર 6 મહિનામાં જ યુવતીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા.છૂટાછેડા લઇ લીધા બાદ પણ પૂર્વ પતિ હેરાન-પરેશાન કરતો હતો જેને કારણે તેને કંટાળીને આત્મહત્યાનો સુધીનું પગલું ભરી લીધું છે. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch