Sat,23 November 2024,6:48 am
Print
header

રાજકોટ અગ્નિકાંડનું કાળું સત્ય આવ્યું સામે, આ હતું આગનું મુખ્ય કારણ- Gujarat Post

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે આગ ફાટી નીકળી હતી, જેમાં 30 લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. સીડી પર વેલ્ડિંગ કરતી વખતે આ ભયાનક બ્લાસ્ટ થયો હતો. અને આગ ત્રીજા માળ સુધી પ્રસરી ગઇ હતી. આ TRP ગેમ ઝોન નામની આ જગ્યા પર પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ વધુ પ્રસરી હતી.

અત્યાર સુધીના અહેવાલો અનુસાર, TRP ગેમ ઝોનમાં રાખવામાં આવેલા જનરેટરને ચલાવવા માટે 1500 થી 2000 લિટર ડીઝલ રાખવામાં આવતું હતું. એ જ રીતે, ગો કાર રેસિંગ માટે પણ અહીં 1000 થી 1500 લિટર પેટ્રોલ હતું. આગ લાગતાની સાથે જ તે પેટ્રોલ અને ડીઝલના ડબ્બામાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે આગ વધુ ઝડપથી ભભૂકી ઉઠી હતી. આગ એટલી ગંભીર હતી કે ગેમ ઝોનનું આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. આ અકસ્માત સમયે અહીં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે TRP ગેમ ઝોને 'ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) માટે અરજી કરી નથી. તેમણે કહ્યું, "અમે ગેમિંગ ઝોનની વિગતોની તપાસ કરી રહ્યાં છીએ, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રેકોર્ડ નથી કે ઓપરેટરોએ ફાયર એનઓસી માટે અરજી કરી હોય, ન તો તેઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી અન્ય કોઈ મંજૂરી માટે અરજી કરી હોય. આમ આ ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલતું હતુ અને આ મોટી બેદરકારી છે. મૃતકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch