Fri,22 November 2024,9:07 pm
Print
header

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેનોપી તૂટી પડી, મેવાણીએ કહ્યું- તકલાદી કામનો આ છે પુરાવો

રાજકોટઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત થતા રહી ગયો હતો, અહીં દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ થઈ ન હતી, પીએમ મોદીએ જુલાઇ 2023 માં રાજકોટ એરપોર્ટની નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતુ, રૂપિયા 1400 કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.

રાજકોટ એરપોર્ટના કેનોપી તૂટવા મુદ્દે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું, તકલાદી કામ કર્યું હોવાના કારણે આ ઘટના બની છે. રાજકોટ હીરાસર એરપોર્ટ પર બનેલ દુર્ઘટનાનો મામલે રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ કહ્યું, એરપોર્ટ ઓથોરિટીને પૂછો. હંગામી શેડ છે તે પડી ગયો છે, હમણાં રિપેર થઈ જશે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર 1 ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch