Sun,17 November 2024,11:07 am
Print
header

રાજકોટ IT રેડ અપડેટઃ અંદાજે રૂ.100 કરોડની ટેક્સચોરી ઝડપાઇ, હજુ આંકડો વધી શકે છે

રાજકોટ : રાજકોટમાં બિલ્ડીંગ અને માર્બલના વ્યવસાય સાથે જોડાયેલા આર.કે. અને ગંગદેવ ગ્રુપ સહિત અન્ય ધંધાર્થીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી તપાસ થઇ રહી છે જેમાં અત્યાર સુધી રૂપિયા 100 કરોડના બિનહિસાબી આર્થિક વ્યવહારો બહાર આવ્યાં છે જેમાં કોથળા ભરીને કરોડો રૂપિયાની કિંમતના દસ્તાવેજો સહિતની વસ્તુઓ આવકવેરા વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવી છે. 

રાજકોટમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડીંગ વ્યવસાય સાથે જોડાયેલા આર.કે. ગ્રુપના સર્વાનંદ સોનવાણી, જગદીશ સોનવાણી, ભરત સોનવાણી, વિક્રમ લાલવાણી ઉપરાંત માર્બલના વ્યવસાય સાથે જોડાયેલા પ્રફુલ ગંગદેવ, સિધ્ધાર્થ ગંગદેવ ઉપરાંત કિંજલ ફળદુ, રમેશ પાંચાણી, આશિષ ટાંક, હરિસિંહ સુચરિયા, ચંદ્રેશ પનારા, ગૌરાંગ પટેલ, સહિતનાં જુદા જુદા ધંધાર્થીઓના 45 સ્થળોએ દરોડા કરાયા હતા.

તપાસ દરમિયાન બિલ્ડર ગ્રુપને ત્યાંથી કરોડો રૂપિયાની કિંમતના દસ્તાવેજો મળી આવ્યા છે. ક્રિકેટના સટ્ટા અને એમસીએકસ નાં બે નંબરના ધંધાર્થીઓ જે પ્રકારના આર્થિક વ્યવહારો છૂપાવવા માટે અવનવા કોડ સાથેની ડાયરી રાખે છે તે પ્રકારની આર્થિક લેવડ- દેવડની ડાયરી અને પ્રોપર્ટી ખરીદનારાઓના કેટલાક સાંકેતિક નામો મળી આવતા જે પ્રોપર્ટીની અન્ડર વેલ્યુએશન આંકવામાં આવી છે તેના વેલ્યુએશનની કામગીરી આગળ વધારવામાં આવી છે. સર્ચ દરમિયાન આવકવેરા વિભાગને મોટા પ્રમાણમાં જવેલરી પણ મળી આવી છે. જેના વેલ્યુએશન બાદ કરચોરીની સાચી વિગતો જાણવા મળશે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કાળું નાણું થેલા ભરીને આર.કે. ગ્રૂપના ઘરે-ઓફિસે મોકલાતું હતું.લાખો- કરોડોની રકમ ચિઠ્ઠીમાં સિંગલ-ડબલ ડિજિટમાં બતાવતા હતા. એટલું જ નહીં, ઉદ્યોગપતિ, એસ્ટેટ બ્રોકર, એજન્ટ વગેરે દર મહિને નક્કી કરેલા સમયે કાળું નાણું પહોંચાડવા માટે ખાસ માણસો રાખ્ચા હતા. વ્યવહારો સામે ન આવે તે માટે ચિઠ્ઠીમાં નામ પણ ડમી લખાતા.સાહિત્ય, દસ્તાવેજોની હવે ચકાસણી થશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch