Sat,16 November 2024,2:01 pm
Print
header

ત્રણ દિવસ બાદ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસ આવ્યાં, તોડકાંડને લઈને કહી આ વાત ? Gujarat post

રાજકોટઃ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર(Rajkot Police Commissioner) મનોજ અગ્રવાલ સામે કરેલા આક્ષેપો બાદ આ પ્રકરણની ચર્ચા ગાંધીનગર સુધી જતા ફરિયાદનો દૌર શરુ થયો છે, રાજકોટ પોલીસ પર 75 લાખના તોડના આક્ષેપો કરવામાં આવ્યાં હોય તે મુદે ત્રણ-ચાર દિવસથી ચર્ચાઓ અને આક્ષેપો તેમજ પ્રતિઆક્ષેપો બાદ ત્રણ દિવસ પછી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજે ઓફિસે આવ્યા હતા. કમિશનકાંડ અંગે તેમણે મીડિયા સમક્ષ જવાબ આપવાનું ટાળ્યું હતું. માત્ર તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું. સાથે તેમણે રાજકોટ પોલીસના તેમના તાબા હેઠળના અધિકારીઓ સામે થયેલી ફરિયાદ બાબતે તટસ્થ તપાસ કરીને ટૂંકાગાળામાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી તથા તત્કાલીન પીએસઆઈ સાખરા સામે વેપારીને દબાવીને રૂપિયા 75 લાખનો તોડ કરવા અંગેના આક્ષેપો થયા છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ રાજ્ય કક્ષાના ગૃહમંત્રીને ફરિયાદ કરી છે. સમગ્ર પ્રકરણ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ બહાર ગયા હતા અને બે દિવસ તેઓ ઓફિસે આવ્યાં ન હતા.

તેમણે પોતાના પર થયેલા આક્ષેપો અંગે મૌન સેવી લીધું છે, માત્ર એટલો જ જવાબ આપ્યો કે રિપોર્ટ આવી ગયા બાદ ચર્ચા કરીશું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે થયેલા આક્ષેપ અંગેની ફરિયાદ બાદ આ અંગેની તપાસ હાલ એડીશનલ ડીજીપી વિકાસ સહાય કરી રહ્યાં છે. તેઓ આ અંગે રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સોંપશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch